-
વરરાજાની અનોખી જાન બની આકર્ષણનું કેન્દ્ર
-
100 અશ્વો સવારી સાથેની નીકળી જાન
-
લોકોમાં લગ્નની જાન બની આકર્ષણનું કેન્દ્ર
-
100 અશ્વો પર નીકળેલી જાનથી સર્જાયું કુતુહલ
-
જાન જોવા માટે લોક ટોળા થયા ભેગા
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક અનોખી જાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી,વરરાજા સહિત જાનૈયાઓ 100 અશ્વો પર સવાર થઈને જાનમાં જોડાયા હતા.જે જાને લોકોમાં કુતૂહલ સર્જી દીધું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદબાપુ ઘુસાબાપુ પરિવારના મંગળુ દાદભાઈના દીકરા મહાવીર ખાચરના લગ્ન પીપળીયા ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુ દડુભાઈની દીકરી સાથે નક્કી થયા હતા.મહાવીરએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો, અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું.જે બાદ એક 100 જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા હતા.
ખેરડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની હતી.રોડ પર એકસાથે 100 જેટલા અશ્વો પર પસાર થતા જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ દંગ રહી ગયા હતા.રજવાડી પોશાક સાથે ઘોડી પર સવાર વરરાજા મહાવીર ખાચર પર જાનૈયાઓ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા. મહાવીરની જાન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.