રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પૂરગ્રસ્ત જિલ્લામાં જમીન ધોવાણનો સર્વે થશે

મહેસૂલ વિભાગ જમીન ધોવાણ સર્વે માટે એજન્સીની નિમણૂંક કરશે અને સર્વે બાદ અસરગ્રસ્ત લોકોને એસડીઆરએફના નિયમ મુજબ સહાય પણ ચૂકવાશે. હજુ સુધી સરકારે સર્વે કરવા માટે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી.

New Update
Soil erosion

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જમીનનું મોટાપાયે ધોવાણ થયું છે. આ સાથે જ પાકને પણ કેટલાક અંશે નુકસાની થઇ છે ત્યારે ગત બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં વરસાદી પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ મનોમંથન બાદ આગામી સમયમાં જ્યારે વરસાદ થંભી જશે ત્યારે સરકાર મોટાપાયે થયેલા જમીન ધોવાણનો રી સર્વે કરવા માટે આદેશ આપી શકે છે.

મહેસૂલ વિભાગ જમીન ધોવાણ સર્વે માટે એજન્સીની નિમણૂંક કરશે અને સર્વે બાદ અસરગ્રસ્ત લોકોને એસડીઆરએફના નિયમ મુજબ સહાય પણ ચૂકવાશે. એસડીઆરએફના નવા ધારાધોરણ મુજબ નદીએ વહેણ બદલવાના કારણે જમીન ધોવાય તો પ્રતિ હેક્ટર 47,000 રૂપિયાની સહાય ચૂકવાશે. જ્યારે ખેતીલાયક જમીનમાં કાંપ-રેતી આવી જાય અને જમીન ધોવાય તો 18 હજાર રૂપિયાની સહાય ચૂકવાશે. જો કે હજુ સુધી સરકારે સર્વે કરવા માટે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી.

Latest Stories