/connect-gujarat/media/media_files/2024/11/23/DiQgHVpCLIa3Umo54s8w.jpg)
વાવ વિધાસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપના સ્વરુપજી ઠાકોરની 1300 મતની લીડથી જીત થઇ છે. આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી છે.
/connect-gujarat/media/media_files/2024/11/23/WjawJ0irrxVZtRix92Se.jpg)
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 % ટકા મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારોએ પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મત આપ્યો હતો. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.
કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 1300 મતથી જીત થઇ છે. જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી છે
/connect-gujarat/media/media_files/2025/08/14/img_5195-2025-08-14-21-46-30.jpeg)
/connect-gujarat/media/media_files/2025/08/19/saputara-police-2025-08-19-19-02-28.jpg)