ગુજરાતમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું

ગુજરાત રાજ્યએ વીજ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે,જેમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે. 

New Update

ગુજરાત રાજ્યએ વીજ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે,જેમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે. 

ગુજરાત રાજ્ય વીજ ઉત્પાદન નવી ઉંચાઈ સ્તર કરી છે,જાણવા મળ્યા મુજબ ગુજરાતમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું છે.જ્યારે રાજ્યનું સરેરાશ હાઈડ્રો પાવર ઉત્પાદન 4600  મિલિયન યુનિટ છે, તેમજ રાજ્યનું કુલ હાઈડ્રો પાવર ઉત્પાદન 6170.456  મિલિયન યુનિટ નોંધાયું હતું.અને ગુજરાત રાજ્ય તેના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે હરણફાળ ભરી રહ્યું છે. વર્ષ 2021-22ના 2629.059 મિલિયન યુનિટની સરખામણીએ વીજ ઉત્પાદન 134 ટકા વધુ છે.વર્ષ 2023-24માં રાજ્યનું કુલ હાઈડ્રો પાવર ઉત્પાદન 4584.932 મિલિયન યુનિટ રહ્યું છે.સરદાર સરોવર રિવર બેડ પાવર હાઉસ અને કેનલ હેડ પાવર હાઉસ માંથી ઓગસ્ટ મહિનામાં કુલ ઉત્પાદન 891 મિલિયન યુનિટ થયું હતું.જ્યારે ઓગસ્ટ માસમાં ઉકાઈ ડેમમાંથી 143.1 મિલિયન યુનિટ, ઉકાઈ મિની ડેમમાંથી 1.9 મિલિયન યુનિટ, કડાણા ડેમમાંથી 30.9 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 2019થી 2024 સુધીમાં રાજ્યનું સરેરાશ હાઈડ્રો પાવર ઉત્પાદન આશરે 4600 મિલિયન યુનિટ થયું છે.રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના વિકાસ માટે પ્રોત્સાહન પ્રદાન કરતી નવીનીકરણીય ઉર્જા અંગેની નીતિઓ બહાર પાડનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત તેના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા હરણફાળ ભરી રહ્યું છે.
Latest Stories