Connect Gujarat
ગુજરાત

વિશ્વ યોગ દિવસની જનજાગૃતિ અર્થે પોલીસ તંત્રનો અનોખો પ્રયાસ, અમરેલી-સાબરકાંઠામાં યોજી ભવ્ય બાઇક રેલી..

લોકોમાં જાગૃતતા આવે તે માટે અમરેલી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

દર વર્ષે તા. 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે લોકોમાં જાગૃતતા આવે તે માટે અમરેલી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ વર્ષ 2015થી દર વર્ષે તા. 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા બાદ વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી, ત્યારે આ વર્ષે પણ સમગ્ર વિશ્વ, ભારત દેશ સહિત ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે લોકોમાં જાગૃતતા આવે તે માટે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં યોગ દિવસને લઈને પોલીસ તંત્ર દ્વારા બાઇક રેલી યોજાય હતી. યોગ દિવસની જાગૃતિ માટે પોલીસકર્મી સહિત હોમગાર્ડ જવાનોએ બાઇક રેલી. યોજી હતી. જેમાં બેનર સાથે પોલીસ જવાનોએ લોકોમાં જાગૃતતાનો સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે અમરેલી ડીવાયએસપી, પીઆઇ, અને પોલીસ જવાનો સાવરકુંડલાના રાજમાર્ગો પર ફર્યા હતા, ત્યારે આરોગ્યની સુખાકારી માટે તા. 21 જૂનના રોજ યોગ દિવસને ઉજવવા પોલીસ તંત્રએ લોકોને અપીલ કરી હતી.

તો બીજી તરફ, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત જાગૃતિ બાઈક રેલીને જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાય હતી. હેડ ક્વાર્ટસથી નીકળીને બાઇક રેલી શહેરમાં ફરી હતી. જોકે, જિલ્લામાં અલગ અલગ સ્થળે યોગનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે શહેર સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાય તે હેતુથી પોલીસ કર્મી દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં 100થી વધુ પોલીસકર્મીઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાય તે માટે જાગૃતિ ફેલાવી હતી. આ બાઈક રેલી શહેરના ટાવર ચોક, મહાવીરનગર સર્કલ, છાપરીયા વિસ્તાર, મોતીપુરા થઈ આરટીઓ સર્કલ મહેતાપુરા થઈ અને જિલ્લા પોલીસ કચેરી ખાતે સમાપન થઈ હતી.

Next Story