નવસારી: વાંસદાના ઘોડમાળ ગામમાં વિદ્યાર્થીનીઓનો ડાંગરના ખેતરમાં કામ કરતો વિડીયો વાયરલ

છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ સોમવારે ચાલુ વરસાદમાં ડાંગરના ખેતરમાં રોપણી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી

New Update

ઘોડમાળ ગામે  વિદ્યાર્થીનીઓનો ખેતરમાં કામ કરતો વિડીયો વાયરલ 

ગૃહમાતાના ખેતરમાં વિદ્યાર્થીનીઓએ કર્યું કામ 

છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ચાલુ વરસાદમાં ખેતરમાં કરી રહી હતી કામ

વિદ્યાર્થીનીઓએ જીદ કરીને ખેતરમાં કામ કર્યું હોવાનો ગૃહમાતાનો બચાવ

 સમગ્ર મામલે આદિજાતિ કમિશનર દ્વારા તપાસ શરુ કરાઈ 

 નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામમાં સરસ્વતી કન્યા છાત્રાલય આવેલું છે. અહીં રહેતી વિદ્યાર્થિનીઓ વનાચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. આ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ સોમવારે ચાલુ વરસાદમાં ડાંગરના ખેતરમાં રોપણી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

ગૃહમાતા ચંપાબેન બગરીયાના ખેતરમાં આ વિદ્યાર્થીનીઓ એ કામ કર્યું હતું.આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી.ગૃહમાતાએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ જાતે જ જીદ કરીને ખેતરમાં કામ કરવા લાગી હતી.જોકે ઘટના અંગે મદદનીશ આદિજાતિ કમિશનર તપાસ શરૂ કરવામાં આવી છે.

    

Latest Stories