ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રકની ટકકરે બાઈક સવાર યુવાનનુ કમકમાટી ભર્યું મોત

ભરૂચ અંકલેશ્વર વચ્ચે  ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું,ભૂતમામાની ડેરી નજીક અકસ્માત સર્જાયો

New Update

ભરૂચ અંકલેશ્વર વચ્ચે સર્જાયો અકસ્માત
ભૂતમામાની ડેરી નજીક અકસ્માત સર્જાયો
ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત
ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ મોત નિપજ્યુ
પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ અંકલેશ્વર વચ્ચે  ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાં રહેતો અજીત કુશવાહા દહેજની એસ.આર.એફ .કંપનીમાં નોકરી કરે છે આજરોજ વહેલી સવારે તે ભરૂચ અંકલેશ્વર વચ્ચેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન ભૂતમામાની ડેરી નજીક પૂરપાટ ઝડપે દોડી રહેલ ટ્રકની અડફેટે આવી જતા તેને ગંભીરતા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોતની નિપજ્યુ હતું. બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટ ખસેડી વધુ તપાસ કરી છે
Latest Stories