-
ધરમપુરમાં આપનું યોજાયું સંમેલન
-
MLA ચૈતર વસાવાએ આપી હાજરી
-
કોંગ્રેસ પર ચૈતરે કર્યા આક્ષેપ
-
બાંગ્લાદેશીઓ સામેની કાર્યવાહીને ગણાવી યોગ્ય
-
કોંગ્રેસીઓ ભાજપના સંપર્ક હોવાનો ચૈતરનો દાવો
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું,આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપના અગ્રણી નેતા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડેડીયાપાડા ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ હાજરી આપી હતી.આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વિસાવદરની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતારતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટ્યું છે.કોંગ્રેસ પોતાનું 2027નું સપનું લઈને જે પ્રમાણે આગળ ચાલી રહી છે,એ શક્ય નથી કારણ કે ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપના નેતાઓના સંપર્કમાં છે.પોતાના બિઝનેસ અને કોન્ટ્રાક્ટને લઈને એકબીજાની સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા. વધુમાં બાંગ્લાદેશીઓ પર જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે તેને યોગ્ય ગણાવી હતી.