જુનાગઢ : કેશોદ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા AAPનો વિરોધ, હોડી લઈને પાણીમાં ઉતરતા પોલીસ સાથે ઘર્ષણ...

કેશોદ શહેરમાં 2 દિવસ અગાઉ જ ખુલ્લા મુકાયેલ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાણીમાં હોડી ઉતારી અનોખો વિરોધ નોંધાવ્યો

New Update
  • કેશોદ શહેર તથા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ

  • લોકસુખાકારી માટે 2 દિવસ અગાઉ ખુલ્લો મુકાયો અંડર બ્રિજ

  • અંડર બ્રિજ વરસાદી પાણી ભરાતા લોકોને હાલકીનો સામનો

  • આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાણીમાં હોડી ઉતારી દીધી

  • અનોખા વિરોધ દરમ્યાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ 

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં લોકોની સુખાકારી માટે 2 દિવસ અગાઉ જ ખુલ્લા મુકાયેલ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાણીમાં હોડી ઉતારી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં લોકોની સગવડ અને સાનુકૂળતા માટે અંડર બ્રિજ તો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજ લોકોની મુશ્કેલી વધારી રહ્યો હોય, તેવા દ્રશ્યો હાલ ચોમાસા દરમ્યાન સર્જાયા છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કેશોદ અંડર બ્રિજ અડધો અડધ પાણીમાં ગરકાવ થયો છે. 2 દિવસ પહેલા જ ખુલ્લા મુકાયેલ અંડર બ્રિજમાં પાણી ભરાતા આ બ્રિજ લોકો તેમજ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ થયો છે. તો બીજી તરફ, લોકોને પડતી મુશ્કેલીઓને લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. 

આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની આગેવાની હેઠળ અંડર બ્રિજ ખાતે અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંજેમાં AAPના કાર્યકરોએ અંડર બ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીમાં હોડી ઉતારી હતી. જોકે, આમ આદમી પાર્ટીના વિરોધ દરમ્યાન ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો પીલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો, વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જ્યાં AAP નેતા પ્રવીણ રામ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Latest Stories