ગિફ્ટી સિટીમાં રાજ્ય સરકારની “વાઇન અને ડાઈન” ફેસિલિટીનો AAPના રેશ્મા પટેલે નોંધાવ્યો વિરોધ...

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હવે નામની રહી ગઇ છે. ગુજરાત સરકારે વિકાસના નામે દારૂબંધીની આડકતરી રીતે છુટ આપતો એક મોટો નિર્ણય લીધો છે.

ગિફ્ટી સિટીમાં રાજ્ય સરકારની “વાઇન અને ડાઈન” ફેસિલિટીનો AAPના રેશ્મા પટેલે નોંધાવ્યો વિરોધ...
New Update

ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધ અંગે રાજ્યની ભાજપ સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં ગિફ્ટી સિટી ખાતે વાઇન અને ડાઈન ફેસિલિટી હેઠળ દારૂ પીવાની પરવાનગી આપવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે વિરોધ દર્શાવ્યો છે.

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હવે નામની રહી ગઇ છે. ગુજરાત સરકારે વિકાસના નામે દારૂબંધીની આડકતરી રીતે છુટ આપતો એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની સત્તાવાર છુટછાટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે ‘વાઇન અને ડાઈન’ ફેસિલિટીના નામે ગિફ્ટ સિટીમાં આવતા મુલાકાતીઓને દારૂ પીસરવાની પરમિટ આપી છે, ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે માથે કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો. રેશ્મા પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, ગિફ્ટ સિટીમાં દારૂ માટે અપાયેલ પરવાનગીનો તર્ક પાયા વિહોણો છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના આ નિર્ણયને અયોગ્ય પણ ગણાવ્યો હતો, ત્યારે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવશે તેવું AAPના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યુ હતું.

#Gujarat #CGNews #India #Protest #AAP #Gandhinagar #state government #facility #Gift City #wine and dine #Reshma Patel
Here are a few more articles:
Read the Next Article