સાબરકાંઠા : પ્રાંતિજ નજીક એમ્બ્યુલન્સ પલટી મારી જતાં અકસ્માત, ચાલક થયો ઘાયલ...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના જીયો પેટ્રોલ પંપ નજીક એક એમ્બ્યુલન્સ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એમ્બ્યુલન્સના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી

New Update
Accident

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના જીયો પેટ્રોલ પંપ નજીક એમ્બ્યુલન્સ પલટી મારી જતાં ચાલકને સામાન્ય ઈજા પહોચી હતી. મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના જીયો પેટ્રોલ પંપ નજીક એક એમ્બ્યુલન્સ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એમ્બ્યુલન્સના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ એમ્બ્યુલન્સ પ્રાંતિજથી અમદાવાદ તરફ જઈ રહી હતી. તે દરમિયાન કોઈ કારણોસર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતોજેના પરિણામે એમ્બ્યુલન્સ રોડની બાજુમાં પલટી મારી ગઈ હતી. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories