સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર પોલીસ વાન તેમજ ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આવેલ જસાપર ચોકડી નજીક પોલીસ વાનને અકસ્માત નડ્યો હતો.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની પોલીસ વાનને ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માતમાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતા, જ્યારે બન્ને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ, અકસ્માત સર્જી ટેન્કર ચાલક સ્થળ પર જ ટેન્કર મુકી ફરાર થઈ ગયો હતો. જેના વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.