વર્ષો જૂની પરંપરા અનુસાર જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વ પૂર્ણ કરી સાધુ સંતો પહોંચે છે સોમનાથ, જુઓ શું છે મહત્વ

જુનાગઢમાં શિવરાત્રીના પર્વનું સમાપન, સાધુ સંતો પહોંચ્યા સોમનાથ ધામમાં ભંડારાનું પણ કરાયું આયોજન

New Update
વર્ષો જૂની પરંપરા અનુસાર જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વ પૂર્ણ કરી સાધુ સંતો પહોંચે છે સોમનાથ, જુઓ શું છે મહત્વ

વર્ષો જૂની પરંપરા અનુસાર જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વ પૂર્ણ કરી સાધુ-સંતો ત્યાંથી સતાધાર ખાતે ભંડારામાં ભાગ લઈ સોમનાથમાં ત્રિવેણી સંગમ પર ભંડારો યોજી સંત સત્સંગ કરી પોતપોતાના નિવાસ્થાનો તરફ પ્રયાણ કરે છે ત્યારે આજે સોમનાથમાં પહોંચ્યા હતા.આજે સોમનાથમાં પધારેલા અનેકવિધ સંતો જેમાં વિવિધ અખાડાઓના ગાદીપતિઓ,મહંતો,પીઠાધીશો અને હઠીયોગીઓ પણ પહોંચ્યા હતા તેઓએ સંત પરંપરા મુજબ ત્રિવેણી સંગમ ખાતે આખરી તપશ્ચર્યા કરી હતી ત્યારે અનેક ભાવિકો દ્વારા સંતોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સંત ભંડારાની પરંપરા ત્રિવેણી સંગમ મહાકાલી મંદિર ખાતે સ્વર્ગસ્થ મહંત તપસી બાપુએ શરૂ કરી હતી તેમના નિધન બાદ પણ આ પરંપરા યથાવત રાખવાનો અહીંના ગાદીપતિએ સંકલ્પ કર્યો છે


Latest Stories