-
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
-
8 આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો દર્જ
-
રીઢા આરોપી સામે 86 ગુના નોંધાયા છે
-
ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ
-
પોલીસ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ધીરેન અમૃતલાલ કારીયા, જેની ઓળખ ડી.કે. તરીકે કરવામાં આવે છે, અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.પોલીસની કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ડી.કે. તરીકે જાણીતા ધીરેન અમૃતલાલ કારીયા અને તેના 7 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગેંગ વિરુદ્ધ કુલ 86 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આઠ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ધીરેન કારીયા એકલા પર 57 ગુનાઓ નોંધાયેલા છે. તે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતો હતો. ગેંગના અન્ય સભ્યોમાં વિપુલ સુત્રેજા 22 ગુના, ઉદય દવે 7 ગુના, અજય કોડીયાતર 9 ગુના, સમીર કોડીયાતર 9 ગુના, ભાવેશ બંધીયા 5 ગુના, કિરીટ છેલાણા 4 ગુના અને ભુપત કોડીયાતર 6 ગુના નોંધાયા છે.
આ ગેંગ પર લૂંટ, હથિયાર ધારણ, હત્યાનો પ્રયાસ, પ્રોહિબિશન અને જુગાર જેવા ગંભીર ગુનાઓના આરોપો છે. તેઓ વાહનોના એન્જિન-ચેસીસ નંબર સાથે ચેડા કરતા હતા. ડુપ્લીકેટ પાસપોર્ટ પણ બનાવતા હતા.