ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં વહીવટી તંત્ર “એલર્ટ”, વલસાડ-તિથલ બીચ અને સુરતના ડુમસ-સુવાલી બીચ બંધ...

અરબી સમુદ્રમાં સર્જાયેલ બીપરજોય વાવાઝોડાની અસરના પગલે રાજ્યભરના કાંઠા વિસ્તારોમાં દરિયાએ તોફાનીરૂપ ધારણ કર્યું હોય તેમ જોવા મળી રહ્યું છે,

New Update
ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં વહીવટી તંત્ર “એલર્ટ”, વલસાડ-તિથલ બીચ અને સુરતના ડુમસ-સુવાલી બીચ બંધ...

અરબી સમુદ્રમાં સર્જાયેલ બીપરજોય વાવાઝોડાની અસરના પગલે રાજ્યભરના કાંઠા વિસ્તારોમાં દરિયાએ તોફાનીરૂપ ધારણ કર્યું હોય તેમ જોવા મળી રહ્યું છે, ત્યારે વલસાડના તિથલ બીચ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તો સુરતના ડુમસ અને સુવાલી બીચને સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ દ્વારકા, ભાવનગર, અમરેલી, કચ્છ, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને સુરતના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

Latest Stories