Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: રેલ્વે સ્ટેશન પર 1 વર્ષ બાદ પ્લેટફોર્મ ટિકિટ આપવાની શરૂઆત

રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ આપવાની શરૂઆત.

X

રાજ્યમાં કોરોના મહામારીનો હાહાકાર હતો અને સંક્રમણ સતત વધી રહ્યું હતું ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પણ હવે કોરોના કેસ ઓછા થતા અહીં લગભગ 1 વર્ષ બાદ પ્લેટફોર્મ ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર 1 વર્ષથી પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ હતો કોરોના સંક્રમણ જ્યારે સતત વધી રહ્યું હતું અને અમદાવાદ હોટ સ્પોટ બન્યું હતું ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો પણ હવે જ્યારે કોરોના લહેર સમાપ્ત થવાના આરે છે ત્યારે આ પ્લેટફોર્મ ટિકિટ આપવાની શરૂઆત થઈ છે.

અહીં કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન પણ કરવામાં આવી રહ્યું છે અહીં દરેક વ્યકતિ વચ્ચે 6 ફૂટનું અંતર રહે તે માટે અલગ અલગ ગોળ કુંડાળા પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી લાખો લોકો અવરજવર કરે છે ત્યારે તેમની સાથે આવતા લોકોને આ પ્લેટફોર્મ ટિકિટ મળવાથી રાહત મળશે પણ અહીં દરેક લોકોને માસ્ક ફરજીયાત છે તો સામાજિક અંતર જળવાઈ તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ આપવાની શરૂઆત ઉપરાંત મુસાફર અને સ્ટાફની વચ્ચે પણ આવરણ ઉભા કરવામાં આવ્યા છે. આમ 1 વર્ષ બાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ મળવાની શરૂઆત થઈ છે.

Next Story