મુંબઈમાં મેઘરાજાની પધરામણી બાદ ગુજરાતમાં હવે વરસાદની વિધિવત શરૂઆત થવાના સંકેત

હવામાન વિભાગનું અનુમાન છે કે 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવનો મજબૂત થતા ચોમાસુ ગુજરાત તરફ તેજીથી આગળ વધશે,અને વરસાદની સીઝનની વિધિવત શરૂઆત થશે.

New Update
  • ગુજરાતમાં વરસાદ આગમનના પડઘમ

  • મુંબઈમાં વિધિવત ચોમાસાની શરૂઆત

  • ગુજરાતમાં ચાતક નજરે ચોમાસાની જોવાતી રાહ

  • 12 જૂન પછી ગુજરાત તરફ આગળ વધશે ચોમાસુ

  • 12થી 18 જૂન સુધી વરસાદની છે આગાહી

મુંબઈમાં વરસાદની મોસમની ધમાકેદાર શરૂઆત થઇ છે,ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવનો મજબૂત થતા ચોમાસુ ગુજરાત તરફ તેજીથી આગળ વધશે,અને વરસાદની સીઝનની વિધિવત શરૂઆત થશે.

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાંક આસપાસ છે,આ ગીતની એક પંક્તિ હાલમાં સૌ ગુજરાતવાસીઓના માનસપટ પર ગુંજીતી હશે.કારણ કે મુંબઈવાસીઓને મેઘરાજાએ વિધિવત રીતે પધરામણી કરીને સૌને તરબોળ કરી દીધા છે,ત્યારે મુંબઈથી હવે દક્ષિણ ગુજરાતના માર્ગે મેઘરાજા વહેલી તકે ગુજરાતમાં પણ વિધિવત રીતે આગમન કરે તેવા સંકેત વ્યક્ત કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ હાલમાં વરસાદના આગમન અંગેના વાતાવરણમાં સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારે નર્મદાસુરતતાપીડાંગનવસારીવલસાડદમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પાડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંતદક્ષિણ સૌરાષ્ટ્રના રાજકોટબોટાદજૂનાગઢઅમરેલીભાવનગરદીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી દિવસોની વાત કરીએ તો તારીખ 12 જૂનથી 13 અને 14 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવે વહેલી તકે વરસાદની વાજતે ગાજતે પધરામણી થાય અને સૌને અસહ્ય ગરમીમાંથી છુટકારો મળે તેવી લાગણી પણ મેઘમય લોકો કરી રહ્યા છે.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.