જેઠમાસ વરસાદથી રહ્યો ભરપૂર
અષાઢમાં છવાયો મેઘાવી માહોલ
અમદાવાદમાં વરસાદી પાણી ભરાયા
જૂનાગઢ-અમરેલીમાં વરસ્યો વરસાદ
નવસારીમાં 4 ઈંચથી વધુ વરસ્યો વરસાદ
ગુજરાતમાં જેઠ માસમાં શરૂ થયેલા વરસાદે ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે,અનેક વિસ્તારોમાં વરસાદી પાણીએ પણ જમાવટ કરી છે. જેઠ માસની પૂર્ણાહુતિ સાથે અષાઢી માહોલ પણ જામ્યો છે.
ગુજરાતમાં વર્ષો પછી જેઠ મહિનામાં વરસાદ ભરપૂર વરસ્યો છે,જેના કારણે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે.અને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.તેમજ તારીખ 28 સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદથી વિકટ સ્થિતિ સર્જાય છે.હાટકેશ્વર સર્કલ પાસે પાણી ભરાતા બેટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જ્યારે ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના વિવિધ બ્લોકમાં ઘરના ઓટલાઓ સુધી વરસાદી પાણી ફરી વળ્યા છે. ખોખરાથીCTM સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થતા રસ્તા પર બે કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી હતી.
જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ હતી. મતિયાણા,માંડોદરા, આંબલીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.કેશોદમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી,અને જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
અમરેલી જિલ્લામાં મેઘાવી માહોલ જામ્યો છે,અને સર્વત્ર વરસાદ વરસતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી.અમરેલી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.અમરેલીના બાબાપુર,વડેરા,ઈશ્વરીયા,માચીયા
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો,અને ચીખલી તાલુકાના આમધરા ગામની શાળામાં શાળા પ્રવેશોત્સવ પહેલા જ વરસાદી પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે ભારે હાલાકી સર્જાઈ હતી.ચીખલી તાલુકામાં રાતથી સરેરાશ 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કાવેરી નદીની પાણીની સપાટીમાં વધારો થયો છે.કાવેરી નદી કિનારાના તડકેશ્વર મહાદેવ મંદિર પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું હતું.વધુમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે પર ઝીરો વિઝિબિલિટી સર્જાતા વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ સ્થિતિ સર્જાય હતી.