Connect Gujarat
ગુજરાત

અઢી દાયકા બાદ વેરાવળ-સોમનાથ નગરને પ્રદુષણ મુક્ત બનાવવા પાલિકાએ કમર કસી...

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ગંજથી ભયંકર પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ગંજથી ભયંકર પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે, ત્યારે અઢી દાયકા બાદ નગરને ઘન, પ્રવાહી અને વાયુ પ્રદુષણથી મુક્ત બનાવવા પાલિકા તંત્રએ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલી કર્યો છે.

અમદાવાદ શહેરના પીરાણા વિસ્તાર જેવા કચરાના પહાડો હવે ગીર સોમનાથ જીલ્લામાં પણ જોવા મળ્યા છે. આ દ્રશ્ય છે વેરાવળ ડંપિંગ યાર્ડના... 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ગંજથી ભયંકર પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે.

જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી અંદાજે રૂ. 75 કરોડના ખર્ચે આ વિશાળ જગ્યા ખુલ્લી કરી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકોલોજી પાર્ક ગાર્ડનના નિર્માણ સાથે નવ સાધ્ય થવા જઈ રહી છે. વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ જણાવ્યુ હતું કે, અઢી દાયકા એટલે કે, 25 વર્ષ બાદ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે શિરદર્દ સમાન આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકા તંત્રએ કમર કસી છે. 21 એકર જગ્યા પૈકી 20 એકરમાં ઘન કચરો જામ થઈ ચૂક્યો છે, કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 10 કરોડ ફાળવતા અંદાજે 2 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવશે.

જોકે, લેગેસીવ વેસ્ટના નિકાલમાં ગુડ અર્થ એટલે કે, રેતી અને માટી જેવા ફિલિંગ મરીરિયલ્સ નીકળશે, જેનો ફિલિંગ માટે સદઉપયોગ કરાશે. કમ્પોઝ યાર્ડના આગળના ભાગે હાઇવે ટચ 5 એકરમાં જમીનમાં અંદાજે પાંચેક કરોડના ખર્ચે

થીમ બેઇઝ ઇકોલોજીકલ પાર્કનું નિર્માણ થશે, જેમાં આ મટીરીયલને ઉપયોગમાં લેવાશે. તદુપરાંત લેગેસિવ વેસ્ટના નિકાલમાં RDF એટલે કે, પ્લાસ્ટિક કપડા સહિતનો જે વેસ્ટ નીકળે છે, તેનો બિલકુલ કોઈ ઉપયોગ નથી હોતો. આવા વેસ્ટને સરકારના ધારાધોરણ અનુસાર સિમેન્ટ કંપનીઓના બોઇલર પ્લાન્ટમાં બળતણ માટે ઉપયોગમાં લેવાશે. જે સંદર્ભે પાલિકાના સિમેન્ટ કંપનીઓ સાથે એમઓયુ પણ કરી દેવાયા છે. જેમાં અંદાજે 40 હજાર મેટ્રિક ટન જેટલા RDFનો નિકાલ કરવામાં આવશે.

તો બીજી તરફ, આ જ જમીન ઉપર GUDC દ્વારા રૂ. 54 કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન સ્થાપવામાં આવશે. જેથી સમગ્ર શહેરના ડ્રેનેજ મારફતે આવતા પ્રવાહી કચરાનું ફાઇનલ ટ્રીટમેન્ટ બાદ નિકાલ કરવામાં આવશે. આમ અઢી દાયકા બાદ વેરાવળ-સોમનાથ નગરને ઘન, પ્રવાહી અને વાયુ પ્રદુષણથી મુક્ત બનાવવા પાલિકા તંત્રએ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલી કર્યો છે.

Next Story