UP બાદ ગુજરાતમાં પણ બુલડોઝરની થઈ એન્ટ્રી, ખંભાતમાં રામનવમીના દિવસે થયેલ પથ્થરમારની ઘટના બાદ તંત્ર હરકતમાં

ખંભાતમાં રામનવમી ના દિવસે થયેલ પથ્થરમારાની ઘટના બાદ જે ઝાડીમાંથી પથ્થરમારો થયો હતો એ ઝાડી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

New Update
UP બાદ ગુજરાતમાં પણ બુલડોઝરની થઈ એન્ટ્રી, ખંભાતમાં રામનવમીના દિવસે થયેલ પથ્થરમારની ઘટના બાદ તંત્ર હરકતમાં
Advertisment

ઉત્તરપ્રદેશ બાદ ગુજરાતમાં પણ બુલડોઝરની એન્ટ્રી થઈ છે. ખંભાતમાં રામનવમી ના દિવસે થયેલ પથ્થરમારાની ઘટના બાદ જે ઝાડીમાંથી પથ્થરમારો થયો હતો એ ઝાડી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

Advertisment

ઉત્તરપરદેશમાં યોગી સરકારમાં બુલડોઝર ટોક ઓફ ધી ટાઉન બન્યું છે.યોગી સરકારે માથાભારે ઇસમો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર શખ્સોની સંપત્તિ પર બુલડોઝર ફેરવ્યું છે ત્યારે હવે આ બુલડોઝરની એન્ટ્રી ગુજરાતમાં પણ થઈ છે. રામનવમીના દિવસે ખંભાતના સક્કરપૂરમાં પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારો કરનાર શખ્શોએ ઝાડી ઝાંખરાનો સહારો લીધો હતો અને તેની પાછળ સંતાયને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો આ સહિતની તમામ બાબત તંત્રના ધ્યાને આવતા મોટી કાર્યવાહઇ શરૂ કરવામાં આવી છે.

ખંભાતના સક્કરપૂર ગ્રામપંચાયત દ્વારા જે.સી.બી.મશીન કામે લગાડવામાં આવ્યા છે અને આવી ઝાડીઓ હટાવવામાં આવી રહી છે સાથે જ સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. તંત્રની આ પ્રકારની કામગીરીના કારણે અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આવનારા દિવસોમાં યુ.પી.સરકારની જેમ ગુજરાતમાં પણ માથાભારે તત્વોની સંપત્તિ પર બુલડોઝર ફેરવાય તો નવાઈ નહીં

Latest Stories