અમદાવાદ : BRTS  બસ સેવા સ્વચ્છ,સુરક્ષિત અને સ્માર્ટ મુસાફરી શહેરનું ગૌરવ બન્યું, પર્યાવરણમિત્ર અને સ્માર્ટ ભવિષ્ય તરફનો મજબૂત સંકલ્પ

અમદાવાદની ઓળખ, ઝડપ અને હવે તેની ‘ગ્રીન ગ્લોરી’! શહેરમાં દોડતી BRTS હવે માત્ર પરિવહન સેવા નહીં, પરંતુ પર્યાવરણમિત્ર અને સ્માર્ટ ભવિષ્ય તરફનો મજબૂત સંકલ્પ બની રહી છે.

New Update
  • BRTS સ્વચ્છ,સુરક્ષિત અને સ્માર્ટ મુસાફરીનું ગૌરવ

  • પર્યાવરણમિત્ર અને સ્માર્ટ ભવિષ્ય તરફનો મજબૂત સંકલ્પ

  • વર્ષ 2027 સુધીમાં  BRTS સંપૂર્ણ ઇલેક્ટ્રીક બસો દોડશે

  • હાલમાં 150 ઇલેક્ટ્રિક બસો સફળતાપૂર્વક દોડી રહી છે

  • સુરક્ષા માટે હાઈ-ટેક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત   

અમદાવાદની ઓળખઝડપ અને હવે તેની ગ્રીન ગ્લોરી’! શહેરમાં દોડતી BRTS હવે માત્ર પરિવહન સેવા નહીંપરંતુ પર્યાવરણમિત્ર અને સ્માર્ટ ભવિષ્ય તરફનો મજબૂત સંકલ્પ બની રહી છે. વર્ષ 2030માં જ્યારે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે વિશ્વનું સ્વાગત કરશેત્યારે સ્વચ્છસુરક્ષિત અને સ્માર્ટ મુસાફરી શહેરનું ગૌરવ બનશે.

160 કિલોમીટર જેટલા વિશાળ નેટવર્ક પર દરરોજ 2 લાખથી વધુ મુસાફરોને તેમની મંજિલ સુધી પહોંચાડતી BRTSનું 2027 સુધીમાં સંપૂર્ણ વીજળીકરણ થશે. હાલ 380 બસોમાંથી 150 ઇલેક્ટ્રિક બસો સફળતાપૂર્વક દોડતી થઈ ગઈ છે. 2030ના ગેમ્સ રેડી અમદાવાદ(Games-Ready Ahmedabad”) વિઝનને સાકાર કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. આ ઇલેક્ટ્રિક બસો કાર્બન ઉત્સર્જન ઘટાડા સાથે આરામદાયક મુસાફરીનો પણ અનુભવ કરાવે છે.

સુરક્ષા માટે અદ્યતન હાઈ-ટેક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર કાર્યરત છેજ્યાંથી દરેક બસ અને સ્ટેશન પર રિયલ-ટાઇમ CCTV મોનિટરિંગ થાય છે. ટિકિટિંગથી લઈને ઓપરેશન મેનેજમેન્ટ સુધીની તમામ પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક છે. ટેકનોલોજી અને સંચાલનની સુવ્યવસ્થિતતા BRTSને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવી રહી છે.

આ પરિવર્તનથી ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરી કરતી મહિલાઓમાં સુરક્ષાનો અતૂટ વિશ્વાસ જાગ્યો છે. અવાજ વિનાની શાંત ઇલેક્ટ્રિક સવારી અને સ્ટેશનોની સુઘડતાએ રોજના પ્રવાસને સુખદ બનાવ્યો છે. અમદાવાદનું આ સ્માર્ટ ટ્રાન્સપોર્ટ મોડેલ હવે વૈશ્વિક માપદંડો પર ખરૂં ઉતરી રહ્યું છે.

Latest Stories