Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: કોવિડ-19ના નિયંત્રણો સાથે બાગ બગીચા ખૂલ્યા

રાજ્યમાં કોરોનના કેસમાં ઘટાડો, સરકારે નિયંત્રણો હળવા કર્યા. બગીચામાં જોવા મળી રોનક.

X

રાજ્યમાં ઘણા લાંબા સમય બાદ આજે બાગ-બગીચા, જિમ,મંદિરો અને હોટલ 50 ટકાની ક્ષમતા સાથે ખૂલ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં બાગ-બગીચાને આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખોલવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના બેફામ બનતા તા.18 માર્ચથી મ્યુનિ. સંચાલિત 283 બાગ-બગીચા, કાંકરિયા લેક અને ઝૂને અનિશ્ચિતકાળ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય મ્યુનિ. તંત્ર દ્વારા લેવાયો હતો. શહેરીજનોમાં કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા કમિશનર મુકેશકુમાર દ્વારા આ મહત્ત્વપૂર્ણ લીધો હતો. આ પહેલા બાગ-બગીચા સવારે 6.30 વાગ્યે થી 9.00 વાગ્યા સુધી અને સાંજે 6.00 થી રાતના 9.00 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રખાયા હતા. જોકે ગત તા. 18 માર્ચ થી બાગ-બગીચાને સમગ્ર દિવસ માટે બંધ કરી દેવાયા હતા પણ કોરોના સ્થિતિ કાબૂમાં આવતા રાજ્ય સરકારના આદેશ પ્રમાણે આજથી બાગ બગીચા ખોલવામાં આવ્યા છે.

બાગ બગીચામાં સવારના ચાર વાગ્યાથી સાંજે સાત વાગ્યાના સમયગાળામાં મોર્નિંગ વોક માટે છૂટ અપાઈ છે. શહેરના વસ્ત્રાપુર પ્રહલાદ નગર ગાર્ડન ,મણીનગર, ઓઢવ સહિતના વિસ્તારમાં છેલ્લા અનેક દિવસથી બગીચાઓ બંધ હોવાથી સામાન્ય જનતા નિરાશ હતી પણ આજથી બાગ બગીચાઓ ખુલતા આનંદની લાગણી છવાઈ હતી અહીં પણ સામાજિક અંતર જાળવવું માસ્ક ફરજિયાત અને સેનેટાઇઝેશન કરવું વગેરે નિયમોનો અમલ કરવામાં આવી રહ્યો છે.

Next Story
Share it