Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ગો ફર્સ્ટની ડ્રીમફોક્સ સાથે ભાગીદારીઃ ડિપાર્ચર લાઉન્જ સેવા રજૂ કરી

અમદાવાદ: ગો ફર્સ્ટની ડ્રીમફોક્સ સાથે ભાગીદારીઃ ડિપાર્ચર લાઉન્જ સેવા રજૂ કરી
X

ગો ફર્સ્ટ (અગાઉ ગોએર તરીકે જ્ઞાત) દ્વારા ભારતમાં ચુનંદા એરપોર્ટસમાં ડિપાર્ટર લાઉન્જ સેવા ઓફર કરવા માટે ટેક- આધારિત વૈશ્વિક એરપોર્ટ સેવા પ્રદાતા ડ્રીમફોક્સ સાથે ભાગીદારી કરવામાં આવી છે. આ સાથે ગો ફર્સ્ટનું લક્ષ્ય તેના ગ્રાહકો માટે મૂલ્યવર્ધિક સેવાઓ માટે વન-સ્ટોપ શોપ બનાવવાનું છે.લાઉન્જ સેવાઓ 30 ડોમેસ્ટિક ટર્મિનલ્સ અને 12 ઈન્ટરનેશનલ ટર્મિનલ્સમાં ઉપલબ્ધ છે. ડિપાર્ચર લાઉન્જ સેવાઓમાં ઉપલબ્ધ એમિનિટીઝમાં ફૂડ એન્ડ બેવરેજીસ, એન્ટરટેઈનમેન્ટ, ફ્રી વાય- ફાય, બિઝનેસ સેન્ટર સુવિધા વગેરેનો સમાવેશ થાય છે.

ગ્રાહકો ગો ફર્સ્ટની વેબસાઈટ અને મોબાઈલ એપ થકી ફ્લાઈટ બુકિંગ અથવા પોસ્ટ- બુકિંગ દરમિયાન લાઉન્જ એક્સેસ બુક કરી શકે છે.ગો ફર્સ્ટ તેની ગ્રાહકલક્ષીતા માટે ઓળખાય છે અને હંમેશાં તેના ગ્રાહકોની જરૂરતોને અનુકૂળ પ્રોડક્ટો અને સેવાઓને ગ્રાહક અનુકૂળ બનાવવામાં વિશ્વાસ રાખે છે. આ પહેલ ગ્રાહકોને ઘણી બધી પસંદગીમાંથી એડ-ઓન સેવાઓ ઓફર કરતો મજબૂત એન્સિલરી પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો નિર્માણ કરવાની એરલાઈનની મહત્ત્વાકાંક્ષાના ભાગરૂપ છે. ગ્રાહકો માટે આ ખાસ લાઉન્જ સેવા અજોડ ઓફર છે, જેમાં ગ્રાહકો આરામદાયક વાતાવરણમાં પ્રી- બોર્ડિંગ સમય આરામથી વિતાવી શકે છે.

આ પ્રગતિ પર બોલતાં ગો ફર્સ્ટના સીઈઓ કૌશિક ખોનાએ જણાવ્યું હતું કે ગ્રાહકની ખુશી એ અમારે માટે હંમેશાં અગ્રતાનું મહત્ત્વ રહ્યું છે. ડિપાર્ચર લાઉન્જની રજૂઆત સાથે અમે બિઝનેસ ટ્રાવેલરો માટે પ્રોડક્ટિવિટી વધવા સાથે મહત્તમ આરામ આપતી સેવા નિર્માણ કરવા માગીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી આ અનોખી પ્રોડક્ટ અને સેવા પર કેન્દ્રિતતા વધુ આરામ, સુવિધા અને સહજ કનેક્ટિવિટી સાથે પ્રવાસીઓ સાથે મજબૂત સુમેળ સાધશે.

ગોએર તરીકે સ્થાપિત ગો ફર્સ્ટ હાલમાં ગો એર તરફથી રિબ્રાન્ડ કરવામાં આવી હતી, જે 150 વર્ષ જૂની બોમ્બે બરમાહ, 150 વર્ષ જૂની બોમ્બે ડાઈંગ, 102 વર્ષ જૂની બ્રિટાનિયા લિમિટેડ, 67 વર્ષ જૂની નેશનલ પેરોક્સાઈ-ડ લિમિટેડ સહિતની બ્રાન્ડનો સમાવેશ ધરાવતા ભારતના સૌથી પ્રાચીન સમૂહમાંથી એક વાડિયા ગ્રુપનો ઉડ્ડયન પ્રવેશ છે.

Next Story