Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ગુજરાત ATSએ NCB સાથે મળી ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરથી 155 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું

ગુજરાત ATSસે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી.

X

ગુજરાત ATSસે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પુછપરછ અને બાતમીના આધારે આરોપી હૈદરની બહેનના ઘરે સર્ચ ઓપરેશન કર્યું હતું. ગુજરાત ATSએ રેડ કરી હૈદર નામના આરોપી સાથે તેના અન્ય એક સાથી ઈમરાનની પણ અટકાયત કરી લીધી છે.

અગાઉ ગુજરાતના દરિયા કિનારેથી ઝડપાયેલા ડ્રગ્સનુ ઉત્તરપ્રદેશ કનેક્શન ખુલ્યુ હતું. જોકે, 3 દિવસ પહેલા નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટે દિલ્હીના શાહિન બાગમાં રેડ કરી 97 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ કેસની તપાસમાં આરોપી પાસેથી મુઝફ્ફરનગર હૈદર નામના શખ્સનું નામ પણ ખૂલ્યું હતું. જેથી ATSએ મોડી રાત્રે રેડ પાડી હૈદરના મકાનમાંથી હેરોઈન ઝપ્ત કરી લીધુ છે. ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી ચોરી કરીને લવાયું હતું. આરોપી સાથે ગુજરાત ATSની ટીમે પૂછપરછ બાદ કૈરાનાના અહમદ અને 2 અફઘાની નાગરિકોની ધરપકડ કરી હતી. અહમદ સાથે પૂછપરછ કરવા પર મુઝફ્ફરના કિદવઈનગરના નિવાસી હૈદરનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ શનિવારે મોડી રાત્રે ગુજરાત ATSએ હૈદરના મકાન પર દરોડા કરીને 210 કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું. આમ એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં ગુજરાત ATS સફળ થઇ રહી છે.

Next Story