/connect-gujarat/media/post_banners/cd9663545c15622cc043ca46b17fc231154fedb4efd030601b0625ccc56cc250.jpg)
કચ્છ જીલ્લામાં રોજે રોજ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાય રહ્યું છે, ત્યારે જખૌના દરિયા કાંઠેથી રૂપિયા 250 કરોડના બિનવારસી હેરોઈનના પેકેટ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કચ્છના જખૌમાંથી ગુજરાત ATS દ્વારા બિનવારસી ડ્રગ્સના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં રૂપિયા 250 કરોડના હેરોઈનના પેકેટો બિનવારસી મળી આવતા ગુજરાત ATS દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ આ ડ્રગ્સનો જથ્થો મળી આવતા અનેક સવાલો પણ ઉભા થયા છે.
કચ્છના જખૌ અને અબડાસાના સાગરકાંઠે છેલ્લાં 3 વર્ષથી બિનવારસી ચરસના પેકેટ તણાઈ આવવાના ભેદી ઘટનાક્રમ અંગે એક પણ સુરક્ષા એજન્સીએ આજદિન સુધી કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી. આ દરમ્યાન જખૌ બંદર પાસેથી રૂપિયા 250 કરોડના ડ્રગ્સના 49 જેટલા પેકેટ્સ મળી આવ્યા છે. જોકે, ભારતીય એજન્સીથી બચવા માટે બોટમાં સવાર પાકિસ્તાનીઓએ ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દીધા હોવાનું BSF દ્વારા અનુમાન લગાડવામાં આવ્યું છે, ત્યારે હાલ તો BSFએ સમુદ્રમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.