અમદાવાદ : AAPના નેતા-કાર્યકરો પર ગૃહમંત્રીના ઈશારે હુમલો કરાયો હોવાનો ઈશુદાન ગઢવીનો આક્ષેપ

ભાજપના કાર્યકરો અમારા કાર્યકરોને મારતા હતા ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી: ઇસુદન ગઢવી આપ નેતા

New Update
અમદાવાદ : AAPના નેતા-કાર્યકરો પર ગૃહમંત્રીના ઈશારે હુમલો કરાયો હોવાનો ઈશુદાન ગઢવીનો આક્ષેપ

સુરતમાં ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા ગયેલા આપના પ્રદેશ અધ્યક્ષ સહિતના કાર્યકરોને માર મારવાના મુદ્દે આપ દ્વારા અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ઇશારે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે આપ નેતા ઈશુદાન ગઢવીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પર પ્રહાર કરતા જણાવ્યું કે જ્યારે ભાજપના કાર્યકરો અમારા કાર્યકરોને મારતા હતા ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી॰ગુજરાત બિહાર અને બંગાળથી પણ બદતર થઇ રહ્યું છે હુમલો કરનાર ભાજપનો કાર્યકર છે અને ગૃહમંત્રી સાથે તેમના સંબંધ છે જો એફઆઈઆર નહિ લેવાય તો અમે કોર્ટમાં જઇશું એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા વિડીયો પણ જાહેર કરવામાં આવ્યા હતા અને પગલા લેવાની માંગ કરવામાં આવી હતી.

Advertisment