Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: કેજરીવાલનો ધડાકો ભાજપ,-કોંગ્રેસ મળેલા છે, 2022ની ચૂંટણીને લઈ કહી આ વાત

ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સત્તાવાર રીતે એન્ટ્રી થઈ હતી અને સુરતમાંસારો દેખાવ કર્યો હતો

X

ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જેમેણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફળતા મેળવી હતી ત્યારે હવે આપ વિધાનસભા ચૂંટણી માટે સક્રિય થઇ છે ત્યારે પાર્ટી સંગઠનને વધુ મજબૂત કરવા અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી

ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સત્તાવાર રીતે એન્ટ્રી થઈ હતી અને સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો ત્યાર બાદ આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે હતા અને તેઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ બાદ ગુજરાતની રાજનીતિમાં નવું પરીવર્તન આવ્યું હતું અને જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવીએ આમ આમ આદમી પાર્ટીનો ખેસ સી.એમ અરવિંદ કેજરીવાલના હાથે ધારણ કર્યો હતો. AAP માં વિધિવત્ રીતે જોડાયા બાદ ઈશુદાન ગઢવી એ જણાવ્યુ હતું કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું.

અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર અને બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ગુજરાતમાં એવુ કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. ભાજપને જ્યારે જરૂર પડે ત્યારે કોંગ્રેસ સપ્લાય કરે છે. તો આ સાથે જ કેજરીવાલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગુજરાતની જનતા પરેશાન છે, વેપારીઓ ડરેલા છે. પત્રકાર પરિષદ સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રી મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022 ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઊભો રાખવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી

Next Story