Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: પાટીદાર આંદોલન સાથે જોડાયેલ નિખિલ સવાણી આપમાં જોડાયા

કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ યુવા અને પાટીદાર આંદોલનન નેતા નિખીલ સવાણી AAPમાં જોડાયા છે નિખીલ સવાણીએ ગુજરાત AAPના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે પણ ચર્ચા કરી હતી.

X

કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ યુવા અને પાટીદાર આંદોલનન નેતા નિખીલ સવાણી AAPમાં જોડાયા છે. નિખીલ સવાણીએ ગુજરાત AAPના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે પણ ચર્ચા કરી હતી.બંધ બારણે બેઠક બાદ નિખિલ સવાણી AAPમાં જોડાયા છે . કોંગ્રેસમાં મહત્વ નહીં મળતું હોવાનો નિખિલે આક્ષેપ પણ લગાવ્યો હતો. નિખિલ સવાણી કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના વિશ્વાસુ ગણાય છે. નિખિલ સવાણીએ કોંગ્રેસમાં હાર્દિકની અવગણનાનો આક્ષેપ પણ કર્યો હતો. ગત 9 જુલાઈના દિવસે પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ નિખિલ સવાણીએ રાજીનામુ આપ્યું હતું. જો કે, એ પહેલા પાર્ટીએ તેને પદ પરથી મુક્ત કર્યો હતો. જે બાદ પત્રકાર પરિષદ યોજી નિખીલ સવાણીએ રાજીનામું આપ્યું હતું.

મહત્વની વાત છે કે રાજીનામાની જાહેરાત બાદ નિખિલ સવાણીને યુથ કોંગ્રેસે સસ્પેન્ડ કર્યો હતો. કોન્ફરન્સમાં નિખીલ સવાણીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. નિખીલે કહ્યું હતું કે, યુથ કોંગ્રેસે મેમ્બરશીપ અભિયાન પૈસા ઉઘરાવવા માટે કર્યું હતું અને તેમણે હાર્દિકની રાજકીય હત્યાનો પણ આરોપ કોંગ્રેસ પર લગાવ્યો હતો. આપમાં જોડાયા બાદ નિખિલ સવાણીએ કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી જે રીતના કામ કરી રહી છે અને ગુજરાતમાં પણ આપ પાર્ટી લોકોના પ્રશ્નોને વાચા આપી રહયા છે તેનાથી પ્રભાવિત થઇ હું આપ પાર્ટીમાં જોડાયો છું આગામી દિવસોમાં યુવાનોના પ્રશ્નો હોઈ કે મહિલાઓને અન્યાય થતો હોઈ તેવા લોકોને ન્યાય અપાવીશું આમ કોંગ્રેસના યુવા નેતા હાલ જે સસ્પેન્ડ છે તે હવે ઝાડુ પકડશે આપ પાર્ટી 2022 ચૂંટણી પહેલા રાજ્યભરમાંથી અનેક લોકોને પાર્ટીમાં જોડી રહી છે.

Next Story