Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : હવે, રિવરફ્રન્ટ પર અટલ બ્રિજની મુલાકાત માટે ઓનલાઇન બુકિંગની સુવિધા, વાંચો વધુ...

વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યા બાદ અત્યાર સુધી 4.25 લાખથી વધુ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચુક્યા છે

અમદાવાદ : હવે, રિવરફ્રન્ટ પર અટલ બ્રિજની મુલાકાત માટે ઓનલાઇન બુકિંગની સુવિધા, વાંચો વધુ...
X

અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ ફૂટ ઓવરબ્રિજ પર મુલાકાતીઓનો ભીડ વધતી જોતાં વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યા બાદ અત્યાર સુધી 4.25 લાખથી વધુ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચુક્યા છે અને તંત્રને એક કરોડથી વધુની આવક પણ થઈ છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ ફૂટ ઓવર બ્રિજના ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 30 અને બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 15 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે જ્યારે વિકલાંગો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. જોકે, રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજ પર આવતા મુલાકાતીઓ માટે AMC દ્વારા ઓનલાઇન ટિકિટ બુકિંગની વ્યવસ્થા શરૂ કરવાની વિચારણા કરાઈ છે. આ માટેનું સોફ્ટવેર પણ તૈયાર કરાયુ હોવાની માહિતી મળી છે. જો ઓનલાઈન બુકિંગની સુવિધા શરૂ થઈ જાય તો મુલાકાતીઓને ટિકિટ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે. જોકે, હાલના ટ્રેન્ડને જોતાં રોજના અંદાજે 20થી 25 હજાર લોકો તો આવશે જ. એ મુજબ ગણતરી કરીએ તો, દૈનિક અંદાજે રૂ. 6 લાખની આવક થઇ શકે. આ પ્રમાણે મહિને રૂ. 2 કરોડ આસપાસ થઇ શકે છે, અને 3 વર્ષમાં બ્રિજનો ખર્ચ નીકળી જશે તેવું અનુમાન લગાડવામાં આવ્યું છે.

Next Story