Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ચાર માળનું બાંધકામ અને એક માળથી બીજા માળ જવા લીફટ, જુઓ કેવું છે પાલડી પોલીસ સ્ટેશન

પાલડીમાં નવા પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ, ચાર માળના પોલીસ મથકમાં છે લીફટની સુવિધા.

X

હવે વાત અમદાવાદની કે જયાં નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાલડીમાં નિર્માણ પામેલા ચાર માળના પોલીસ સ્ટેશનમાં લીફટ સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનના નવનિર્મિત મકાનનું આજે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.શહેરના અન્ય પોલીસ સ્ટેશનની સરખામણીમાં નવું બનેલું પાલડી પોલીસ સ્ટેશન વધુ સુવિધાઓ અને સગવડથી સજજ બનાવવામાં આવ્યું છે.

ચાર માળના પોલીસ મથકમાં છે લીફટની સુવિધાઆ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં કામ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ સારું વાતાવરણ મળે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.નવું બનેલું પાલડી પોલીસ સ્ટેશન સુવિધાઓથી સજ્જ બનાવી એક નવા મોડલ તરીકે પોલીસ તંત્ર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

Next Story