Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ફટાકડાના ભાવમાં લાગી "આગ", 70 ટકા સુધીનો વધારો થતાં લોકો ચિંતાતુર...

આ વર્ષે દિવાળીના તહેવારમાં તમામ પ્રકારની છૂટછાટ મળતા લોકો ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીનો તહેવાર ઉજવવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

અમદાવાદ : ફટાકડાના ભાવમાં લાગી આગ, 70 ટકા સુધીનો વધારો થતાં લોકો ચિંતાતુર...
X

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે દિવાળીમાં ફટાકડાની માંગ વધારે રહેતી હોય છે. જોકે, આ વર્ષે કોરોના બાદ દિવાળીના તહેવારની ઉજવણી હર્ષોલાસથી કરવામાં આવશે. તેવામાં ફટાકડા બજારના ભાવમાં આવેલી તેજી વિષે વેપારીઓ શું માને છે, આવો જોઈએ આ અહેવાલમાં...

આ વર્ષે દિવાળીના તહેવારમાં તમામ પ્રકારની છૂટછાટ મળતા લોકો ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીનો તહેવાર ઉજવવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. પરંતુ જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે. તેને જોતાં ફટાકડાના વેપારીઓ ચિંતાતુર બન્યા છે. કારણ કે, ફટાકડાના ભાવ આસમાને પહોંચ્યા છે.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર, આ વર્ષે શિવકાશીના ફટાકડાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે. આ વર્ષે ફટાકડાના ભાવમાં 70થી 80 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જેના કારણે આ વર્ષે લોકો ફટાકડાના વધેલા ભાવ સાંભળીને કદાચ ખરીદી ઓછી તેવું વેપારીઓએ અનુમાન લગાવ્યું છે.

Next Story