/connect-gujarat/media/post_banners/822acb3f81662db0a8e657b95a090b7bf4b08971a525c219c9621121c72d8223.webp)
અમદાવાદ મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા નવા બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહીં થાય. તદુપરાંત ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનાર 13% રીબેટ અપાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2023-24 ના અંદાજપત્રમાં 1082 કરોડના વધારા સાથે 9482 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.જેમાં ડોર ટુ ડોર કલેકશન જૂનો દર યથાવત રાખવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન વિભાગ દ્વારા નવા જંત્રીના ભાવ આગામી 3 વર્ષની અમલ કરવામાં નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો છે જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર દ્વાર જંત્રીના નવા દર આગામી ત્રણ વર્ષ સુધી અમલમાં નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ટેક્સમાં પણ કમિશનર દ્વારા વધારો કરવામાં આવેલ તેમાં પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાહત આપવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફટ અંદાજપત્રમાં મિલકત વેરામાં મિલકતો માટે પ્રતિ દર ચોરસ મીટર પ્રતિ વર્ષે 23 રૂપિયા અને મિલકત માટે ચોરસ મીટર પ્રતિ 37 રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ પેટ્રોલ,ડીઝલ, રાંધણ ગેસ જેવી તમામ જીવન ચીજ વસ્તુ નો સમાન વધારો થયેલ હોવાથી નાગરિકોને ટેક્સના ભારણમાં વધારો ન થાય તે માટે કમિશનર દ્વારા સૂચવેલ રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે