અમદાવાદ : પ્રદેશ યુથ કોંગ્રેસમાં વિખવાદ; સવાણીને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ

ગુજરાત યુથ કોંગ્રેસની બેઠકમાં વિવાદનો મામલો, બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો દિલ્હી પહોંચ્યો.

New Update
અમદાવાદ : પ્રદેશ યુથ કોંગ્રેસમાં વિખવાદ; સવાણીને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ

ગુજરાત યુથ કોંગ્રેસમાં વિવાદ સર્જાયો છે. જેમાં યૂથ કોંગ્રેસની બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો દિલ્હી પહોચ્યો છે. ત્યારે પ્રદેશ યૂથ કોંગ્રેસમાં આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે.

ગુજરાત યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલ હોબાળાનો મુદ્દો દિલ્હી પહોંચ્યો છે તો પ્રદેશ યુથ કોંગ્રેસમાં પણ આરોપ પ્રત્યારોપ થઇ રહયા છે. આ હંગામા બાબતે કુલ છ લોકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિંહ જાડેજાને નોટિસ પાઠવી હતી. સાથે અર્નિશ મિશ્રા, કરણસિંહ તોમર, નિખિલ સવાણી અને વિશ્વનાથ વાઘેલાને નોટિસ પાઠવી હતી. જે બાદ યુથ કોંગ્રેસે ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખને દિલ્લી બોલાવ્યા હતા અને પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે દિલ્હી જઇ ખુલાસો કરવો પડ્યો હતો. જો કે, કારણ દર્શક નોટિસના જવાબના આધારે પગલાં લેવાની વાત થઈ હતી તો ઉપપ્રમુખ નિખિલ સવાણીને સસ્પેન્ડ કરવામાં આવતા તેમણે પ્રદેશ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

નિખિલ સવાણીએ આરોપ લગાવ્યો કે યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પ્રમુખ બનાવવા માટે મેમ્બરશીપ કરવામાં આવી રહી છે. જે ફક્ત અને ફક્ત પૈસા ભેગા કરવા માટે કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે, ભૂતકાળમાં લાખોની સંખ્યામાં યૂથ કોંગ્રેસ દ્વારા લાખો સભ્યોની મેમ્બરશીપ કરીને કરોડો રૂપીયાનું ફંડ દિલ્હી મોકલવામાં આવ્યું હતું. પરંતુ મેમ્બરશીપનો ડેટા આજદિન સુધી ક્યાંય પણ ઉપયોગમાં લેવામાં નથી આવ્યો. આમ જોતા તો એવું લાગી રહ્યું છે કે જેની પાસે પૈસા વધારે હોય એ વ્યક્તિ જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ બની શકે.બીજીબાજુ નિખિલ સવાણીએ લગાવેલા આરોપ પર યુવક કોંગ્રેસ પણ સામે આવ્યું છે.

યુથ કોંગ્રેસ પ્રવક્તાએ નિખિલ સવાણીના આરોપને ફગાવ્યા છે અને નિખિલ સવાણી પર આરોપ લગાવ્યો કે નિખિલ સવાણીને ડાયરેક્ટ ઉપપ્રમુખ બનાવ્યા હતા. તેમણે 2 વર્ષમાં કોઈ પણ કામગીરી કરી નથી ઉપરથી તે ખોટા અને હાસ્યાસ્પદ આરોપ લગાવે છે. 2 વર્ષમાં નિખિલે કોંગ્રેસને કઈ આપ્યું નથી, કોઈ સંગઠનમાં કામગીરી નથી કરી અને નિખિલ સવાણી દલબદલુ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આમ પ્રદેશ યૂથ કોંગ્રેસમાં વિવાદ તેની ચરમસીમાએ પોહ્ચ્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે ખુલીને બહાર આવ્યો છે.

Latest Stories