/connect-gujarat/media/media_files/2025/02/11/P2JzPK5r4VC3HZEnROAG.jpeg)
અમદાવાદના બાવળા નજીક દુર્ગાધામ ખાતે સનાતનનો શંખનાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20હજારથી વધુ બ્રાહ્મણોની હાજરીમાં સામાજિક એકતા, સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મૂલ્યોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ તકે સમાજમાં ચોથી જાગીરનું બિરુદ પ્રાપ્ત કરનાર મીડિયા કર્મીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં જામનગરનાવરિષ્ઠપત્રકાર જગત રાવલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગરના વરિષ્ઠ પત્રકાર જગત રાવલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું
અમદાવાદના બાવળાખાતેદુર્ગાધામમાં યોજાયેલા કાર્યક્રમમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો અલગ અલગ 36 જ્ઞાતિના આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્ય અને રાજ્ય બહારથી અંદાજે 20હજારથી વધુ બ્રહ્મ સમાજના ભાઈ-બહેનોએ હાજરી આપી હતી.તમામઆગેવાનોની ઉપસ્થિતિમાં જામનગરમાં 30 વર્ષથી મીડિયા ક્ષેત્રે કાર્યરતવરિષ્ઠપત્રકાર જગત રાવલને ઇલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે શ્રેષ્ઠ રિપોર્ટિંગ માટે દુર્ગાધામ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
મીડિયા ક્ષેત્રનો વિશિષ્ટ દુર્ગાધામ એવોર્ડ મેળવ્યા બાદ પત્રકાર જગત રાવલે તેમની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે,પત્રકારે ક્યારેય પણ પક્ષકાર ન બનવું જોઈએ. તેમનું કાર્ય સમાજમાં બનેલી ઘટના અને તેના કારણોનેલોકો સુધીમુકવાનું છે. આજે લોકોને તેમના પ્રશ્નો માટે અને તેમના કાર્યો લોકો સુધી પહોંચાડવામાં મીડિયાને શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક મીડિયા,પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના પત્રકારો આ અંગે તેઓની મહત્તમ ફરજ બજાવી રહ્યા છે.
ત્વરિત અને સચોટ સાતત્ય પૂર્ણ સમાચારો એ પત્રકારનો ધર્મ છે.30 વર્ષની પત્રકારત્વની યાત્રાની નોંધ લેવા માટે દુર્ગાધામ અને તેમના પ્રમુખ ભાવેશ રાજ્યગુરુ,વિશ્વાસ શુક્લ તેમજ તમામ ટીમ મેમ્બરનોપત્રકાર જગત રાવલેઆભારમાન્યો છે.ઉલ્લેખનીય છે કે,જામનગરને જ 3 દાયકાથી કર્મભૂમિ બનાવનાર પત્રકાર જગત રાવલે પ્રેસ ફોટોગ્રાફરથી શરૂ કરેલી કારકિર્દી બાદ આજે તેઓ અનેક સમાચાર ચેનલનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે,અને તેમની પોતાની યુટ્યુબ ચેનલ અર્થાત ન્યૂઝના તેઓ એડિટર પણ છે.