Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ઉત્તરાયણના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી, આકાશ ઘેરાયુ રંગબેરંગી પતંગોથી

ગુજરાતભરમાં આજે મકરસંક્રાંતિની હર્ષોઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી રહી છે.ચારે તરફ જ્યાં પણ નજર કરીએ ત્યાં પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા છે

X

કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર કોઈ પણ નિયંત્રણ વિના ઉજવી રહ્યાં છે. રાજ્યમાં ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી જ સાઉન્ડ તેમજ પતંગો સહિત ધાબા પર પહોંચી પતંગ ચગાવવાણી મજા માણી રહ્યા છે ગુજરાતભરમાં આજે મકરસંક્રાંતિની હર્ષોઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી રહી છે.ચારે તરફ જ્યાં પણ નજર કરીએ ત્યાં પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા છે તો સાથે હવામાન વિભાગે 15થી 20 કિમી પ્રતિ કલાકની પવનની ગતિની આગાહી કરી છે ત્યારે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો પોતાના મિત્ર વર્તુળ તો ક્યારેક પરિવાર સાથે વહેલી સવારથી પતંગ ઉડાડી રહ્યા છે કાઇપો છેની બૂમો પણ પડી રહી છે.પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારોમાં સોસાયટીમાં લોકો ધાબા પર ઉતરાયણની મજા માણી રહ્યા છે હાથમાં ફીરકી અને હવામાં ઊડતી પતંગ લોકોને ઉત્સાહથી ભરી દીધા છે

Next Story