અમદાવાદ : દીવાલ ધરાશાયી થતાં વાહનો દબયા, અદાણી ગેસ લાઇનમાં પણ સર્જાયું ભંગાણ

વૈષ્ણોદેવી સર્કલ નજીક દિવાલ થઈ ધરાશાયી કાટમાળ નીચે વાહનો દબાતા મચી અફરાતફરી અદાણી ગેસ લાઇનમાં પણ સર્જાયું હતું લીકેજ

New Update
અમદાવાદ : દીવાલ ધરાશાયી થતાં વાહનો દબયા, અદાણી ગેસ લાઇનમાં પણ સર્જાયું ભંગાણ

અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીકની સોસાયટીમાં દિવાલ ધસી પડતાં કાટમાળ નીચે વાહનો દબયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં અહીથી પસાર થતી અદાણી ગેસ પાઇપલાઇનમાં પણ દીવાલ ધરાશાયી થવાના કારણે લીકેજ થયું હતું.

અમદાવાદ ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી અનુસાર, વૈષ્ણોદેવી સર્કલ નજીકની આવેલ જાસ્મિન ગ્રીન સોસાયટીમાં દિવાલ ધસી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દિવાલ ધસી પડવાના કારણે કાટમાળ નીચે 3થી વધુ વાહનો દબયા હતા. એટલું જ નહીં અહીથી પસાર થતી અદાણી કંપનીની ગેસ લાઇનમાં પણ લીકેજ થયું હતું. બનાવની જાણ થતાં જ ફાયરવિભાગની 5થી 6 ટીમ ઘટના સ્થળે બચાવ કાર્ય માટે આવી પહોચી હતી. તો બીજી તરફ કોઈપણ વ્યક્તિ દબાયો હોય તેવા અહેવાલ મળ્યા નથી. ફાયરબ્રિગેડની ટીમે કાટમાળ નીચે દબાયેલ વાહનોને બહાર કાઢ્યા હતા. બનાવના પગલે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, કયા કારણોસર અચાનક દીવાલ ધસી પડી હતી, તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Latest Stories