Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ઉટેલિયા સ્ટેટના રાજવી ભગીરથસિંહ વાઘેલા સહિત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા મંત્રી આપમાં જોડાયા

આપમાં જોડાયેલ આ તમામનું કેહવું છે કે દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલે શિક્ષણની નીતિઓ બનાવી છે તે અને આરોગ્ય ક્ષેત્રે જે નીતિઓ બનાવી છે તે જોઈને આપમાં જવાનું નક્કી કર્યું છે.

X

આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીમાં ઉટેલિયા સ્ટેટના રાજવી ભગીરથસિંહ વાઘેલા સહિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા વિભાગના મંત્રી લત્તાબેન પણ આપની ટોપી પહેરી હતી અને લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ હિમાંશુ ઠક્કર આપમાં જોડાયા છે

વિધાનસભા ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ ચરમસીમાએ છે ત્યારે આજરોજ આપના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીમાં ઉટેલિયાના રાજવી ભગીરથસિંહ વાઘેલા સહિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા વિભાગના મંત્રી લત્તાબેન પણ આપની ટોપી પહેરી હતી અને લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ હિમાંશુ ઠક્કર આપમાં જોડાયા છે. આપમાં જોડાયેલ આ તમામનું કેહવું છે કે દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલે શિક્ષણની નીતિઓ બનાવી છે તે અને આરોગ્ય ક્ષેત્રે જે નીતિઓ બનાવી છે તે જોઈને આપમાં જવાનું નક્કી કર્યું છે.

તેઓ આપની વિચારધારાથી પ્રભાવિત થઈને જોડાયા છીએ. ભગીરથ સિંહનું કહેવું હતું કે તેમના ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણ ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્રે કોઈ વિકાસ થયો નથી. સાથે સાથે પીવાનું પાણી પણ પહોચતું નથી. નર્મદાના નીર હજી સુધી તેમના ગામ સુધી પહોચયુ નથી ત્યારે આ બધા અધૂરા કામો આપમાં જોડાવાથી તેમના પુરા થાય તેવું તેમને લાગી રહ્યું છે અને તે વિચારીને જ તે આજે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરે છે. આમ વિધાનસભા ચૂંટણી પહેલા દરેક રાજકીય પાર્ટીઓ તમામ પ્રયાસો કરી રહી છે કે સમાજના તમામ વર્ગ તેમની પાર્ટીમાં જોડાય.

Next Story