/connect-gujarat/media/post_banners/44737c18fa2d30b1f02174ab0f0218436bc0d2b7a65e071baa9647c3f6695dff.jpg)
મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તેમના જ હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. ગોડસેના બાવલાની સ્થાપના કરનારાઓ સામે રાજદ્રોહનો ગુનો નોંધવાની માંગ સાથે અમદાવાદમાં યુથ કોંગ્રેસના કાર્યકરો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં...
જામનગરમાં સોમવારે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના બાવલાંનું અનાવરણ થતાં ચારેકોર વિરોધ થઈ રહ્યો છે. યુથ કોંગ્રેસે આ પ્રવૃત્તિને રાષ્ટ્ર વિરોધી ગણાવી છે. અમદાવાદ યુથ કોંગ્રેસના કાર્યકરો નાથુરામ ગોડસેનું સ્ટેચ્યુ બનાવનાર અને તેનું અનાવરણ કરનાર 4 લોકો વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહ ની ફરિયાદ કરવા યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતાં. યુથ કોંગ્રેસના નેતા પાર્થિવરાજ સિંહ કઠવાડિયા જણાવ્યું હતું કે, ચાર લોકો દ્વારા જામનગરમાં ગોડસેનું સ્ટેચ્યુ બનાવી અનાવરણ કરવામાં આવ્યું હોવા છતાં રાજય સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સરકારનું પણ સમર્થન લાગી રહ્યું છે.અમે આજે અમદાવાદમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ. હવે અન્ય જિલ્લા અને શહેરોમાં પણ યુથ કોંગ્રેસ ફરિયાદ નોંધાવવામાં આવશે.
જામનગરમાં હિન્દુ સેના દ્વારા છેલ્લા થોડા સમયથી ગોડસેની પ્રતિમા માટે જમીનની માંગ કરવામાં આવી હતી. જોકે તેના માટે જમીન ન મળતાં હિન્દુ સેના દ્વારા હનુમાન આશ્રમ ખાતે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ શહેર કોંગ્રેસે એનો વિરોધ કર્યો હતો. પ્રતિમા સ્થાપિત થયાના 24 કલાકમાં જ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે એને તોડી પાડવામાં આવી હતી.