વલસાડમાં રોગચાળાએ માથું ઉંચકતા આરોગ્ય તંત્ર એલર્ટ, ડેન્ગ્યુના દર્દીઓમાં ચિંતાજનક વધારો

વલસાડમાં વરસાદની મોસમમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે,શરદી,ખાંસી,તાવ સહિતની બીમારીઓમાં લોકો સપડાય રહ્યા છે,

New Update

વલસાડમાં વધતો રોગચાળો 

હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો 

આરોગ્ય વિભાગે કરી સર્વેલન્સની કામગીરી 

આરોગ્ય વિભાગની લોકોને તાવમાં તબીબી સલાહની કરી અપીલ   

વલસાડ જિલ્લામાં વરસાદે અંશતઃ વિરામ લીધા બાદ રોગચાળાએ માથું ઉંચક્યું છે,અને સિવિલ હોસ્પિટલ ખાતે જૂનથી સપ્ટેમ્બર સુધી કુલ 1320 તાવના કેસમાં 81 જેટલા ડેન્ગ્યુના કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દ્વારા સફાળા જાગીને સર્વેલન્સની કામગીરી શરૂ કરી હતી.  
વલસાડમાં વરસાદની મોસમમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે,શરદી,ખાંસી,તાવ સહિતની બીમારીઓમાં લોકો સપડાય રહ્યા છે,જ્યારે સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના સામાન્ય લક્ષણો ધરાવતા 1320 જેટલા દર્દીઓના ડેન્ગ્યુના ટેસ્ટ કરવામાં આવતા 81 જેટલા કેસ પોઝિટિવ મળી આવ્યા હતા.ડેન્ગ્યુના દર્દીઓને વલસાડ GMERS મેડિકલ કોલેજમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. સૌથી વધુ ઓગષ્ટ માસમાં 577 ડેન્ગ્યુના શંકાસ્પદ કેસના ટેસ્ટિંગ કરવામાં આવતા 37 જેટલા કેસ ડેન્ગ્યુ પોઝિટિવ મળી આવ્યા હતા. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગને ઘટનાની જાણ થતાં તાત્કાલિક શંકાસ્પદ વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી.
ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતા જ વલસાડ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે ડોકટકરોની ટીમને એલર્ટ કરવામાં આવી હતી.વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ તેમજ મહારાષ્ટ્રના દર્દીઓ સારવાર માટે વલસાડ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 603 ટીમો બનાવી વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાનું સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના સર્વેલન્સ દરમિયાન કુલ 28 જેટલા ડેન્ગ્યુના કેસો મળી આવ્યા હતા.અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં લોકોને સામાન્ય તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરની સલાહ મેળવવા અનુરોધ કર્યો છે.
Read the Next Article

ભરૂચ: આમોદની સમાચોકડી નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માત, બાઈક સવાર મહિલાને ગંભીર ઇજા

આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી

New Update
amod accident
ભરૂચના દહેજથી જંબુસર તાલુકાના થણાવા ગામે જતો પરિવાર ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો, જયા આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા. ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પાછળ બેઠેલ મહિલા ભીખીબહેન ગોહિલના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.