અલ્પેશ ઠાકોરની ધરપકડ..! : સાબરકાંઠામાં અંધશ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી આચરનાર તાંત્રિક ઝડપાયો...

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રાઓલ ગામમાં કાળો જાદુ બતાવી રૂપિયાનો વરસાદ કરતાં તાંત્રિક ઝડપાયો છે. લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની જાદર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ઇડર તાલુકાના રાઓલ ગામમાંથી સામે આવી ચકચારી ઘટના

  • કાળો જાદુ બતાવી રૂપિયાનો વરસાદ કરતો તાંત્રિક ઝડપાયો

  • લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની પોલીસે અટકાયત કરી

  • તાંત્રિક તાજેતરમાં જ ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છે

  • કેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી તે દિશામાં તપાસ 

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રાઓલ ગામમાં કાળો જાદુ બતાવી રૂપિયાનો વરસાદ કરતાં તાંત્રિક ઝડપાયો છે. લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની જાદર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હજુ એ લોકો અંધશ્રદ્ધાના નામે છેતરાઈ રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. અંધશ્રદ્ધા નામે અનેક લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તેવામાં સાબરકાંઠાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાઓલ ગામમાં કાળો જાદુ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની જાદર પોલીસે ધરપકડ કરી છે. જાદર પોલીસ મથક ખાતે હિંમતનગર તાલુકાના પાણપુર ગામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી, અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, જાદર પોલીસે વધુ તપાસ કરતાં અન્ય ભોગ બનનાર પણ સામે આવ્યા હતા. જોકે, તાંત્રિક અલ્પેશ ઠાકોરની પોલીસે ધરપકડ કરી લીધી છે.
જોકે, અંધશ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરતો તાંત્રિક અલ્પેશ ઠાકોર તાજેતરમાં જ રાઓલ ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છે. 21મી સદીમાં હજુ પણ અનેક લોકો અંધશ્રદ્ધા અને વગર મહેનતે પૈસાદાર થવાની લાલચ રાખે છે, આખરે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે, ત્યારે તોફિક સારોલીયા પાસેથી તાંત્રિક વિધિ કરી અને રૂપિયાનો વરસાદ કરાવવાની લાલચ આપી 11 લાખ રૂપિયાની છેતરપિંડી સામે આવી છે. આ સાથે જ વડાલીના સગર સમાજના અન્ય 2 લોકો પણ આ લાલચનો ભોગ બન્યા છે. જેમાં તાંત્રિક અલ્પેશ ઠાકોરે આ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ નાણા પડાવી લીધા છે. એટલું જ નહીં, ભોગ બનનાર લક્ષ્મણ સગરે પોતાની જમીન વેચી સાથોસાથે બહેન અને માતાના દાગીના પણ વેચીને તાંત્રિક અલ્પેશ ઠાકોરને રૂપિયા ધર્યા હતા. તાંત્રિક અલ્પેશ ઠાકોરે કરોડપતિ બનાવવાના સપના બતાવ્યા હતા. તે સપના ઉપર પાણી ફરી વળ્યું હતું. તો અન્ય વડાલીના જ રહેવાસી રાજેન્દ્ર સગર પણ આવી જ રીતે લોભામણી લાલચનો ભોગ બની 32 લાખ રૂપિયા તાંત્રિક અલ્પેશ ઠાકોરને આપી છેતરાયા હતા. જોકે, આ ભોગ બનનાર વ્યક્તિઓની ફરિયાદના આધારે જાદર પોલીસે તાંત્રિક અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરપંચ તરીકે ચૂંટાયેલા તાંત્રિક અલ્પેશ ઠાકોર હજુ તો ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ પણ સંભાળ્યો નથી. તેવામાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદના આધારે પોલીસે હાલ તો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે આ તાંત્રિક દ્વારા હજુ કેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે, તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.