/connect-gujarat/media/post_banners/46cc16a93a8b7a48c2d697d01c71ab693b3222e01c0a93af39b047f7e69ed0ac.webp)
ગુજરાતમાં ચૂંટણી માથે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. એક તરફ જ્યાં પીએમ મોદી એક બાદ એક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને સભાઓ કરી રહ્યા છે ત્યારે હવે ચૂંટણી રણનીતિ લઈને ગૃહમંત્રી અમિત શાહ આજે તાબડતોબ બેઠકો કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય પણ ગણાય છે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરવાના છે. ચૂંટણીને લઈને સ્ટ્રેટેજી તથા કામગીરી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
રાજકીય પંડિતો માને છે કે ગુજરાત ભાજપ માટે એક પ્રયોગશાળા છે, જોકે 25થી પણ વધુ વર્ષ ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત મોટો ગઢ રહ્યો છે. જોકે પ્રધાનમંત્રી દિલ્હી ગયા ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે સંઘર્ષ વધતો જઈ રહ્યો છે. પહેલા આનંદીબેન પટેલનું રાજીનામું, પછી રૂપાણીના ચહેરા પર ચૂંટણી લડ્યા પણ ધાર્યું હતું એવું પરિણામ આવી શક્યું નહીં. એવામાં 2017 કરતાં તો ભાજપે પોતાનું પ્રદર્શન સુધારવું જ પડશે. જેને લઈને ભારતીય જનતા પાર્ટી રણનીતિ બનાવવાની શરૂઆત કરી દીધી છે. જોકે આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ આવી ગઈ હોવાથી રાજકારણ રોચક બનશે.