અમરેલી : રાજુલાના મોરંગી ગામ તળાવમાં ડૂબી જતાં 2 બાળકોના મોત, પંથકમાં શોકનું મોજું...

સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢી રાજુલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા

New Update
અમરેલી : રાજુલાના મોરંગી ગામ તળાવમાં ડૂબી જતાં 2 બાળકોના મોત, પંથકમાં શોકનું મોજું...

રાજુલા તાલુકાના મોરંગી ગામનો ચકચારી બનાવ

ગામ તળાવમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા

સમ્રગ મામલે ડુંગર પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામ નજીક તળાવમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, અમરેલીના રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ગત રોજ 2 બાળકો ગુમ થતા પરિવારજનો દ્વારા બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આજે વહેલી સવારે ગામ તળાવમાંથી બન્ને બાળકોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

બનાવના પગલે તળાવ નજીક લોકોના ટોળાં ભેગા થયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢી રાજુલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમ્રગ મામલે ડુંગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, બન્ને મૃતક બાળકો એકબીજાના ભાઈ હોવાનું બહાર આવતા મોરંગી ગામમાં શોકનુ મોજું ફરી વળ્યું હતું.

Latest Stories