અમરેલી : સાવરકુંડલાના ભેસાણીયા ડેમમાં ન્હાવા માટે ગયેલા 2 બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત...

ભેસાણીયા ડેમમાં 2 બાળકો ન્હાવા ગયા હતા. આ દરમ્યાન કોઈ કારણોસર બન્ને બાળકો પાણીમાં ગરકાવ થયા હતા. જેના પગલે બન્ને બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું

New Update
  • સાવરકુંડલાના લીલાપીર-ભેસાણીયા ડેમની ઘટના

  • ભેસાણીયા ડેમમાં ન્હાવા માટે ગયા હતા 2 બાળકો

  • પાણીમાં ડૂબી જતાં બન્ને બાળકોનું કરૂણ મોત થયું

  • ફાયર ફાઇટરોએ મૃતકોને પાણીમાંથી બહાર કાઢ્યા

  • પોલીસે અકસ્માતે મોત નોંધી કાર્યવાહી હાથ ધરી 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીલાપીર નજીક આવેલ ભેસાણીયા ડેમમાં ન્હાવા માટે ગયેલા 2 બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીલાપીર નજીક ભેસાણીયા ડેમમાં 2 બાળકો ન્હાવા ગયા હતા. આ દરમ્યાન કોઈ કારણોસર બન્ને બાળકો પાણીમાં ગરકાવ થયા હતા. જેના પગલે બન્ને બાળકોનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ સાવરકુંડલા ફાયર વિભાગના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી મૃત બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફપોલીસે અકસ્માતે 2 બાળકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ બન્ને બાળકો ઘરેથી કોઈને કહ્યા વિના ન્હાવા માટે ભેસાણીયા ડેમ ખાતે ગયા હતા. જેમાં સાવરકુંડલાની ગીતાંજલી સોસાયટીમાં રહેતા 11 વર્ષીય મંત્ર રાજદીપભાઈ મસરાણી અને 16 વર્ષીય કુણાલ અશ્વિનભાઈ સોલંકી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકેએક સાથે 2 બાળકોને કાળ ભરખી જતાં સાવરકુંડલા પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Latest Stories