Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાજુલા અને વેરાવળ ખાતેથી 2 દીપડા પાંજરે પુરાયા..!

સૌરાષ્ટ્રનાં અમરેલી અને ગીર સોમનાથમાંથી 2 દીપડાઓનું વન વિભાગ દ્વારા દ્વારા રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું.

X

સૌરાષ્ટ્રનાં અમરેલી અને ગીર સોમનાથમાંથી 2 દીપડાઓનું વન વિભાગ દ્વારા દ્વારા રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રનાં બે અલગ અલગ જિલ્લાઓમાંથી 2 દીપડાઓનું રેસક્યુંની ઘટનાઓ સામે આવી છે. મળતી વિગત અનુસાર સૌરાષ્ટ્ર પંથકનાં અમરેલી જિલ્લાના રાજુલાનાં છતડિયા ખાતે દીપડો કેટલા દિવસથી આંટાફેરા મારતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. થોડા દિવસ અગાઉ દીપડો કોંગ્રેસ નેતા અને પૂર્વધારાસભ્ય અંબરીશ ડેરની નિર્માણધીન હોસ્પિટલમાં ઘૂસી આવ્યો હતો, આની જાણ વન વિભાગને કરવામાં આવતા હોસ્પિટલનાં પાછળના ભાગે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં દીપડો પાંજરે પૂરતા સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો હતો. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે બાયપાસ નજીક એક વાડીમાં દીપડો આવી ચડ્યો હતો. જેથી સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાવા પામી હતી. દીપડો એક અવાવરુ મકાનમાં લપાઈને બેસી ગયો હતો જેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન કર્મીઓએ રેસક્યું હાથ ધાર્યું હતું. વન વિભાગ ની ટીમે ટ્રેનક્યુલાઇઝ કરી રેસ્કયુ કર્યું હતું. એક કલાકની જહેમત બાદ દીપડાનું સહીસલામત રેસ્કયુ કરાયું હતું. ઝડપાયેલ દીપડો 3 વર્ષની માદા હોવાનું સામે આવ્યું છે. હાલ દીપડીને અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. રેસક્યું દરમિયાન 2 વન કર્મીને ઇજાઓ પહોંચી હોવાની માહિતી પણ સામે આવી છે. સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Next Story