Connect Gujarat
ગુજરાત

અમરેલી : 40 મિનિટમાં ધરતીકંપના 2 આંચકા આવતા મીતીયાળા પંથકની ધરા સાથે લોકો પણ ધ્રુજ્યા…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના આવતા આંચકાઓથી ધરા સાથે લોકો પણ ધ્રુજી રહ્યા છે.

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના આવતા આંચકાઓથી ધરા સાથે લોકો પણ ધ્રુજી રહ્યા છે. તેવામાં ગતરોજ માત્ર 40 મિનિટમાં 2 ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છાસવારે ધરતીકંપના આંચકા આવી રહ્યા છે, ત્યારે આજે સવારે ફરી એકવાર ધરતીકંપનો આંચકો આવતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં 40 મિનિટના સમયગાળામાં લોકોને ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિકો પોતા પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે. સિસમોલોજી વિભાગનું કહેવું છે કે, નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે. જોકે, મીતીયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મીતીયાળા આસપાસ 80 અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. તો બીજી તરફ, છેલ્લા એક માસમાં મીતીયાળા પંથકમાં અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story