Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાજુલાથી ખાંભા વચ્ચે દેખાયું 17 સિંહોનું ટોળુ, આખી ઘટના કેમેરામાં કેદ

રાજુલાથી ખાંભા સ્ટેટ હાઇવે પર એક સાથે 17 સિંહો જોવા મળ્યાં હતાં. રસ્તો ઓળંગી રહેલાં 17 સિંહોના સમુહને ત્યાંથી પસાર થઇ રહેલાં વાહનચાલકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો.

X

રાજુલાથી ખાંભા સ્ટેટ હાઇવે પર એક સાથે 17 સિંહો જોવા મળ્યાં હતાં. રસ્તો ઓળંગી રહેલાં 17 સિંહોના સમુહને ત્યાંથી પસાર થઇ રહેલાં વાહનચાલકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સિંહોનો વસવાટ ખાંભા તુલશીશ્યામ રેંજમાં છે પરંતુ હવે સૌથી મોટું ગૃપ ખાંભા વિસ્તારમાં હોવાનું સામે આવ્યું છે ડેડાણ નજીક રાણીકપુરા ગામે સિંહોનો મોટો સમુહ જોવા મળ્યો..મોડીરાત્રિના કેટલાક લોકો ખાંભા તરફ જઇ રહયાં હતાં તે સમયે એક સાથે 17 સિંહો રસ્તો ઓળંગતા જોવા મળ્યાં હતાં. આવો જોઇએ કેવા છે પ્રત્યક્ષદર્શીઓના અનુભવ..

રાજુલાથી ખાંભા જવાના માર્ગ પર જયાં 17 સિંહોનો સમુહ જોવા મળ્યો ત્યાં અમરેલીના જ હામાપરથી ધારી જવાના માર્ગ પર સિંહ લટાર મારતો જોવા મળ્યો.. શિકારની શોધમાં ડાલામથ્થો રોડ પર આવી ગયો હતો. સિંહની હાજરથી રાહદારીઓ થંભી ગયાં હતાં આખરે સિંહ ફરી જંગલમાં પરત ચાલ્યો ગયો હતો.

Next Story