/connect-gujarat/media/post_banners/8fd946ba9d0ef04485a64fb425401f054c1cbb8c054b292a27dd84099ecab7c4.jpg)
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતાં દોડધામ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. કાનાભાઈ ભમર નામના ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂત વાડીમાં સુતા હતા અને દીપડો આવી જતા હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાણીયા ગામમાં 4 દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના છે. ખાંભા વનવિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 16 દિવસમાં વન્યપ્રાણીના હુમલાની 7 મી ઘટના સામે આવી છે.