અમરેલી : ૩ સિંહબાળ સાથે સિંહણે કર્યો યુવક પર હુમલો, જુઓ કેવી રીતે યુવકે બચાવ્યો પોતાનો જીવ..!

અમરેલી જીલ્લાના સાવરકુંડલાના મહુવા રોડ પર સિંહણે હુમલો કરતા એક યુવકને ગંભીર ઈજાના પગલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

New Update

મળતી માહિતી અનુસાર, અમરેલીના સાવરકુંડલાના મહુવા રોડ પર 3 સિંહબાળ સાથે છેલ્લા ઘણા સમયથી એક સિંહણ વસવાટ કરી રહી છે, ત્યારે આ સિંહણે સિંહબાળ સાથે એક યુવક ઉપર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોઈ કામ અર્થે યુવક બહાર નીકળ્યો હતો, આ દરમ્યાન સાવરકુંડલાની ગુલશને મદીના રેસીડેન્સી નજીક તેના પર સિંહણ ત્રાટકી હતી. જોકે, સિંહણે હુમલો કરતા જ યુવક લીમડાના વૃક્ષ પર ચઢી ગયો હતો. ત્યારબાદ સિંહણ પોતાના સિંહબાળ સાથે દૂર જતા યુવક માંડ માંડ બચ્યો હતો.

આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, સિંહોને માનવ વસાહતોથી દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોએ વન વિભાગને અનેકવાર રજૂઆત કરી છે, ત્યારે નિંદ્રાધીન વન વિભાગના કારણે આ હુમલાની ઘટના સર્જાય હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

Latest Stories