-
ખેડૂતો હવે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી તરફ વળ્યા
-
કેરીયા ચાડ ગામના પ્રગતિશીલ ખેડૂતએ કરી બતાવી ખેતી
-
પ્રાકૃતિક-ગાય આધારિત ખેતી કરી લાખો રૂપિયાની કરી કમાણી
-
જીરો ટકા ખર્ચમાં લાખો રૂ.નું ઉત્પાદન મેળવી કરી બમણી કમાણી
-
બાગાયતી મિશ્ર પાકની ખેતી કરી અન્ય ખેડૂતોને આપી પ્રેરણા
અમરેલી સાથે સૌરાષ્ટ્રના કેટલાક ખારાપટ્ટ ભાગોમાં પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે, ત્યારે કેરીયા ચાડ ગામના ખેડૂતે બાગાયતી મિશ્ર પાકની ખેતી કરી જીરો ટકા ખર્ચમાં લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે.
અમરેલી જિલ્લાનો ઘણો વિસ્તાર ખારાપાટ્ટનો વિસ્તાર છે. આ વિસ્તારમાં ખારું પાણી આવે છે, જેથી ખેડૂતો દ્વારા અમુક જ પાકનું વાવેતર કરવામાં આવે છે, જ્યારે ખારાપટ્ટ વિસ્તાર હોવા છતાં પણ ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા હોય છે. અમરેલી તાલુકાના કેરીયા ચાડ ગામના ખેડૂતે બાગાયતી મિશ્ર પાકની ખેતી કરી જીરો ટકા ખર્ચમાં લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે. ખેડૂત અશોક ગજેરાએ આમળાની ઓર્ગેનિક રીતે ખેતીની શરૂઆત કરી હતી. 20 વર્ષ પહેલા આ ખેતીની શરૂઆત કરી હતી, અને આજે આમળાને ખેતી દ્વારા 15 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે. 25 વીઘા જમીનમાં 900 આમળાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ સાથે જ ખેડૂત મિશ્ર પાકનું પણ વાવેતર કરે છે, અને મિશ્ર પાકમાંથી પણ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. એટલે કે, એક જ જમીનમાં 2 વાવેતર કરવામાં આવે છે. જેમાં એક મુખ્ય બાગાયતી પાક તો જેની સાથે મિશ્ર પાક તરીકે ખેડૂત કપાસ અને સોયાબીનનું વાવેતર કરે છે. કપાસ અને સોયાબીનમાંથી 1થી 3 લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂત અશોક ગજેરા પોતે વર્ષોથી મિશ્ર પાકની ખેતી કરી રહ્યા છે. બાગાયતી ખેતી લાંબા અંતર સુધી ઉત્પાદન આપે છે, અને ખેતીમાં ખર્ચ થતો નથી. જેથી આખરે ખારાપટ્ટ વિસ્તાર હોવાથી આમળાનું વાવેતર કરવામાં આવ્યું હતું, અને આમળામાંથી ખેડૂત સારી એવી કમાણી કરી રહ્યા છે.