અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધારાસભ્યના અટલધારા કાર્યાલયનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કરી હતું. આ સાથે જ તેઓની અધ્યક્ષતામાં સાવરકુંડલા APMC ખાતે કેન્દ્નમાં મોદી સરકારના 9 વર્ષના સુશાસન અંગે જનસભા યોજાય હતી. કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંગણે પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધાર્યા હતા. મુખ્યમંત્રીએ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાના અટલધારા કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું.
ત્યારબાદ મુખ્યમંત્રી સાવરકુંડલા APMC ખાતે કેન્દ્નમાં મોદી સરકારના 9 વર્ષના સુશાસન અંગે જનસભા યોજી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન દરમ્યાન કેન્દ્ર સરકારની અનેક સિદ્ધિઓને વર્ણવી હતી. તો બીજી તરફ, ચોમાસુ અને ખેતીની ભરપૂર સિઝન હોવા છતા હજારો ખેડૂતો તેમજ અમરેલી લોકસભા બેઠકમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રથમવાર એક કાર્યાલયના ઉદ્ધાટન સાથે મોદી સરકારની સિદ્ધિઓ અંગે મહેશ કસવાળાએ પણ સભા સંબોધન કર્યું હતું.